
Speed News: રાજયના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર ફટાફટ અંદાજમાં | Today's News | ગુજરાતના સમાચાર
Speed News: રાજયના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર ફટાફટ અંદાજમાં | Today's News | ગુજરાતના સમાચાર #CoronaVirus #Covid19 #GujaratiNews કોરોનાના કેસમાં વધારો થતા દરેક ક્ષેત્ર પર તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે મંદિરો પણ કોરોનાના કહેરમાંથી બાકાત રહ્યા નથી. કોરોનાના લીધે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. આજે રાજ્યભરમાં પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોષી પૂનમે સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શન કરવાનો ખાસ મહત્વ હોય છે. પરંતુ આ વખત કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકા-બહુચરાજી પણ અઠવાડિયા માટે બંધ કરાયું છે. જેથી અહીં ભક્તો મંદિરમાં દર્શન નહીં કરી શકે. તો યાત્રાધામ વડતાલમાં પોષી પૂનમે ઉજવાતા દિવ્ય શાકોત્સવને રદ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પોષી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. ત્યારે કોરોનાના વધતા કહેરના લીધે આ વખતે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..જેથી ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook / zee24kalak.in Follow us on Twitter / zee24kalak You can also visit us at: http://zeenews.india.com/gujarat